પોરબંદરમાં 4 દિ'માં તાપમાનનો પારો 15.8 થી ઘટીને 11 ડિગ્રીએ પહોંચ્યો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરી અને હિમાલયમાંથી ફૂંકાતા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:37 AM
Porbandar News - the mercury in subdivision reached 4 degrees in porbandar falling from 158 to 11 degrees 033713
હવામાન ખાતાની આગાહી મુજબ ગત તા. 6 થી 8 જાન્યુઆરી સુધીમાં તાપમાનનો પારો 15.8 ડીગ્રીથી ગગડીને 11 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. આમ, છેલ્લા 4 દિવસમાં તાપમાનમાં 4.2 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ અંગે મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીએ વધુમાં એવું જણાવ્યું હતું કે હવે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરી અને સતત આવતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો સમય હજી પણ લંબાઈ શકે છે. આગામી સમયમાં હજુ પણ આવો ઠંડીનો એક રાઉન્ડ આવવાની હવામાન ખાતાની આગાહી છે. હિમાલયમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ઉત્તરભારત સહિત ગુજરાતમાં ઠંડીની તિવ્ર લહેર વર્તાઈ હતી. પરિણામ સ્વરૂપ ઉત્તર ભારતના પંજાબ, રાજસ્થાન અને હરિયાણા તથા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફ મોટા પ્રમાણમાં પડેલો હતો અને ગુજરાતમાં પણ તેની અસર સ્વરૂપે પાછલા અઠવાડીયામાં શીતલહેર જોવા મળી હતી અને આગામી સમયમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજુ પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે.

વધુ ઠંડીથી રવી પાકને થયો ફાયદો : માવઠું ન પડે તો ખેડૂતોને બમ્પર પાકનું ઉત્પાદન મળશે

ઠંડી વધુ પડતી હોવાને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, બટાકા, રાયડો, એરંડા, જીરૂ સહિતના પાકોને ખૂબ જ ફાયદો થયેલ છે. ગત વર્ષોની સરખામણીમાં માવઠું ન પડે તો ખેડૂતોને બમ્પર રવી પાક ઉત્પાદનની શક્યતાઓ છે. હાલ થોડા ઘણા અંશે વાદળછાયું વાતાવરણ રહે છે પરંતુ માવઠાની કોઈ શક્યતા સૌરાષ્ટ્રમાં નથી.

X
Porbandar News - the mercury in subdivision reached 4 degrees in porbandar falling from 158 to 11 degrees 033713
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App