રાણાવાવ તાલુકાના વિજફાડીયા નસમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

Porbandar News - the liquor furnace was taken from the vijpradia vein of ranavav taluka 070514

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વિજફાડીયા નેશ વિસ્તારમાં રાણના ઝાડ નીચે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહીત 2775 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ વિજફાડીયા નેશ વિસ્તારમાં રાણના ઝાડ નીચે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે Local Crime Branch એ દરોડો પાડી આ સ્થળેથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 200, બેરલ 2, બોઈલર બેરલ, પતરાના ડબ્બા નંગ 25 સહીત દારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ 2775 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન આ દારૂની ભઠ્ઠી ચલાવનાર લખુ ભાયા હાજર નહીં મળી આવતા પોલીસે તેમની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar News - the liquor furnace was taken from the vijpradia vein of ranavav taluka 070514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી