તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં મકરસંક્રાત પૂર્વે વન વિભાગ દ્રારા કરૂણા અભિયાનનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં મકરસંક્રાત પૂર્વે વન વિભાગ દ્રારા કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઓપરેશન થીયેટર સહિત 9 તબીબો ખડેપગે હાજર રહેશે.

પોરબંદરમાં વન વિભાગ દ્રારા કરૂણા અભિયાનનો પ્રારંભ મકરસંક્રાત પૂર્વે કરી દેવામાં આવ્યો છે. મકરસંક્રાત દરમ્યાન પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓનું મૃત્યુ ન થાય તે માટે વન વિભાગ દ્રારા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. અને પતંગબાજોને સવારે 9 પહેલા તેમજ સાંજના 5 વાગ્યા બાદ પતંગો ન ચગાવવા સૂચન કર્યુ છે. તેમજ કોઇ ઘવાયેલ પક્ષી જોવા મળે તો સારવાર કેન્દ્ર ખાતે પહોંચાડવા જણાવવામાં આવ્યુ છે. પોરબંદરના પક્ષી અભિયારણ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર માટે આ અભિયારણ ખાતે ઓપરેશન થીયેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂરી દવાઓ અને ઇન્જેકશનનો સ્ટોક પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ અભિયારણ ખાતે વિવિધ સંસ્થાઓના 7 ડોકટરો તેમજ એક સ્થાનિક વેટરનરી અને એક પક્ષી અભિયારણ ડોકટર કુલ મળી 9 જેટલા ડોકટરો તૈયાર રહેશે.વન વિભાગના મુખ્ય અધિકારી દિપક પંડ્યાએ એવું જણાવ્યુ હતુ કે ત્રણેય તાલુકાના વેટરનરી ડોકટરો કાર્યરત રહેશે. આ પક્ષી અભિયારણ ખાતે આવેલા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર બાદ પક્ષીઓની કાળજી રાખવા માટેની પણ સુવિધા છે. મકરસંક્રાતિ દરમ્યાન 1962 કરૂણા-વાન સ્ટાફ સાથે સતત કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો