તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બખરલા ગામની બીલડી સીમનાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર અેલસીબી પીઅાઇ અેમ.અેન.દવે પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે બખરલા ગામની બીલડીસીમથી રામા કાના અોડેદરાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવીને નાલ ઉધરાવીને જુગારધામ ચાલતુ હોય, જેથી અેલસીબીના સ્ટાફે દરોડો પાડી રામ કાનાના રહેણાંક મકાને જુગાર રમતા રામ સહિત લખમણ કાના અોડેદરા, અાનંદ હાજા બાપોદરા, લીલા રાજા અોડેદરા, ભીમા કાંધા રાણાવાયા અને ખીમા ગીગા અોડેદરાને હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ, મોબાઇલ ફોન-4 સહિત કુલ રૂ.67,040 નો મુદામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે છાંયા નવાપરા બાલવીનગર રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના અાધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા અલ્કેશ બાબુ પરમાર, નાથા ગીગા કડછા અને ભુપત ભીખન મોકરીયાને ઝડપીને રૂ.5510 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અા ઉપરાંત બખરલા ગામે ત્રાવડી વિસ્તારમાં બાવળની કાંટમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા જીવા જેઠા ખુંટી, રાજુ હમીર અોડેદરા, મેણંદ હમીર અોડેદરા અને લખમણ રાણા બાપોદરાને ઝડપી લીધા હતા અને રૂ.9,710 નો મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

છાંયા અને બખરલા ગામે જુગાર રમતા કુલ 13 શખ્સો ઝડપાયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો