તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડાપીણાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગનાં દરોડા માત્ર દેખાવના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરના રાજમાર્ગો ઉપર વેચાતા ઠંડાપીણાનું ચેકીંગ પાલિકાએ હાથ ધર્યું હતું. પાલિકાના ફૂડ વિભાગે શેરડીના રસના 10 જેટલા ધંધાર્થીઓને નોટીસ ફટકારી હતી અને ખૂલ્લા તેમજ વાસી શેરડીના રસનું વેચાણ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ફરીથી પાલિકા ફૂડ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ઠંડાપીણાં અને શેરડીના રસની લારી અને દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. લચ્છી અને શરબતના નમૂના પણ પૃથ્થકરણ માટે લીધા હતા. અલગ-અલગ દુકાનોમાં અને શેરડીના રસની લારીઓમાં જઈને પાલિકા ફૂડ વિભાગ દ્વારા 1500 જેટલા રૂપીયાનો દંડ ફટકારીને વસૂલ કરવામાં આવ્યો હતો. શેરડીના રસના વેચાણમાં વાસી અને ઠંડો ખૂલ્લો રસ જોવા મળશે તો કડક કાર્યવાહી થશે તેવી પાલિકાના ફૂડ વિભાગના અધિકારી વિજયભાઈ ઠકરારે જણાવ્યું હતું અને કેરીની સીઝન પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે કાર્બાઈડથી પકવવામાં આવતી કેરીના જથ્થા ઉપર પણ દરોડા પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું. રામનવમી અને હનુમાન જયંતીના તહેવારને લઈને બજારમાં 3 માસ પહેલા બનાવેલું અખાદ્ય શ્રીખંડ પણ બજારમાં વેચાઈ રહ્યું છે. સઘન ચેકીંગ હાથ ધરી કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...