તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના એસટી વિભાગના ડ્રાઈવર -કંડકટરને માસ્ક અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસ ની ભીતિને પગલે રાજ્યના એસટી નિગમે પરિપત્ર બહાર પડ્યો છે, જેમાં પોરબંદરના એસટી બસ ના તમામ દ્રાઈવરો અને કંડક્ટરો ને માસ્ક આપવા તેમજ વાઇરસ અંગે મુસાફરોને જાગૃત કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્યના એસટી નિગમ દ્વારા પોરબંદર એસટી વિભાગને જાણ કરવામાં આવી છે કે, હાલ સમગ્ર વિશ્વના મહત્તમ દેશોમાં કોરોના વાઇરસ થી થતી જીવલેણ બીમારીનો ફેલાવો વધી રહેલ છે, આ ગંભીર વાઇરસ નો ફેલાવો દેશ અને રાજ્યમાં દેખાઈ રહ્યો છે , ત્યારે એસટી નિગમના બસોનું સંચાલન કરી, અસંખ્ય મુસાફરોને નિયત સ્થાને પહોંચાડી રહેલા દ્રાઈવરો અને કંડક્ટરો નું આરોગ્ય પર વાઇરસ ની અસર ન થાઈ તે માટે તેઓને માસ્ક આપવું, તેમજ કોરોના વાઇરસ થી બચવાના ઉપાયો તેમજ ટેમ્પ્લેટ મુજબ સૂચના સમયાંતરે ડેપો પર એનઉન્સ કરવા અને સૂચનો નોટિશબોર્ડ પર પ્રસિદ્ધ કરવા જણાવ્યું છે. હાલ પોરબંદર એસટી વિભાગમાં 127 દ્રાઈવર અને 116 કંડકટર છે. તેઓને માસ્ક આપવામાં આવશે, તેમજ અવારનવાર સાબુ પાણી થી હાથ સાફ કરે તે અંગે પણ દરેક કર્મચારીને માહિતી આપવામાં આવશે અને પોરબંદર એસટી ડેપો ખાતે કોરોના વાઇરસ અંગે જાગૃતિ અને વાયરસથી બચવા સૂચનો નોટિશબોર્ડ પર
લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો