તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે તબીબ એક કલાક મોડા પહોંચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લાની એક માત્ર ભાવસિંહજી હોસ્પિટલમાં અવર નવાર દરદીઓને સ્ટાફ દ્વારા મુશ્કેલી વેઠવી પડતી હોવાની ફરીયાદો ઊઠી રહી છે, ત્યારે આ હોસ્પિટલે વિકલાંગો ને પણ મુશ્કેલી વેઠવી પડી હોવાની ફરિયાદ ઉઠી છે. આ હોસ્પિટલ ખાતે વિકલાંગોને કાર્ડ અને કામગીરી માટે દર શનિવારે સવારે 9 કલાકે વિકલાંગ દરદીઓ માટેનો સમય રાખવામાં આવ્યો છે, પરંતુ આ હોસ્પિટલમાં જિલ્લા માથી આવતા વિકલાંગો ને આજે 1 કલાક સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો, ડોકટર 1 કલાક મોડા આવ્યા હતા, જેથી દરદીઓ અકળાઈ ગયા હતા. બહારગામથી પોરબંદર હોસ્ટેલમાં રહેતી વિકલાંગ વિધાર્થિની ને પણ કડવો અનુભવ થયો હતો. વહેલી સવારે આવેલી વિધાર્થિનીને વિકલાંગતા નું કાર્ડ કઢાવવું હતું, જેથી કેસ કઢાવી, લાઈનમાં ઉભી હતી, અને ડોકટરે ચેક કર્યા બાદ ઉપરના વોર્ડમાં મોકલી હતી, તબીબે ક્યાં રહો છો એમ પૂછતા વેરાવળની હોવાનું જણાવ્યું હતું અને કેસમાં પણ વેરાવળ લખેલ હતું, છતાં આ વિધાર્થિની ને ટલ્લે ચડાવી હતી, અને ઉપરના વિભાગ માંથી આ કાર્ડ કામગીરી વેરાવળ થશે તેમ જણાવી દીધું હતું. વિધાર્થિનીને એવું જણાવ્યું હતું કે હું તો અજાણ હતી પરંતુ સ્ટાફ દ્વારા યોગ્ય મર્ગદર્શન મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...