તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ્રલ બેંકને મર્જ કરવાના નિર્ણયથી 7 હજાર ખાતેદારોની મુશ્કેલી વધશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના ઇન્દીરાનગરમાં 7 હજાર ખાતા ધરાવતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાને વાઘેશ્વરી પ્લોટની શાખામાં મર્જ કરવાનો વિરોધ કરાયો છે. જો આ 40 વર્ષ જુની શાખા બંધ થશે તો લોકોની મુશ્કેલી વધશે.

પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાં આવેલ આશરે 40 વર્ષથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ કાર્યરત છે અને આ બ્રાન્ચને એકાએક બંધ કરવાના સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈનદીરાનગર બોર્ડના પ્રમુખ પ્રદ્યુમન સિંહ જાડેજા, કેશુભાઈ ઓડેદરા વગેરે અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. આશરે 7000 ખાતા ધરાવતી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની 40 વર્ષ જૂની બ્રાન્ચ બંધ કરવાના નિર્ણય દુઃખદ અને પ્રજા માટે અન્યાય કરતા હોવાનું જણાવ્યું હતું. અને કોંગ્રેસ દ્વારા એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્યના વડા પ્રધાન એવું જણાવે છે કે હું બેંકોને તમારા આંગણે લઇ આવ્યો છું પરંતુ આ તો 40 વર્ષ જૂની બેન્ક બંધ કરાવી સ્થાનિકોને મસમોટા રિક્ષા ભાડા ખર્ચી અન્ય સ્થળે ધરમના ધક્કા થશે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. ઇન્દિરા નગરની બેંક બંધ કરવાના નિર્ણય સામે પુનઃવિચારના કરવામાં આવે અન્યાય સરકાર સામે ઇન્દિરા નગરજનોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો