તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાનનાં લગ્નમાં દોઢ કરોડનો ખર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર / માધવપુર | પોરબંદરના માધવપુર (ઘેડ) માં છેલ્લા 510 વર્ષથી ઉજવાતો માધવરાયનો મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને માતાજી રૂક્ષ્મણીના વિવાહમેળા તરીકે ઓળખાય છે. આ મેળા દરમિયાન ભગવાનના વિવાહનો પ્રસંગ પૂર્ણ પરંપરાગત રીતે ઉજવવામાં આવતો હોય, આ એકમાત્ર સ્થળે ભક્તોને ભગવાનના વિવાહની ઉજવણી કરવાનો પવિત્ર પાવન મોકો મળે છે. ચૈત્ર સુદ નોમ થી 5 દિવસ માટે ભરાતો આ મેળો આ વર્ષે તા. 14 એપ્રિલથી 18 તારીખ સુધી દબદબાભેર ઉજવવામાં આવશે. મેળાના આયોજન પાછળ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દોઢ કરોડ રૂપીયાનો ખર્ચ કરાશે.

માધવપુરના મેળા દરમિયાન ઉજવાતા શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગના ઈતિહાસમાં એવું કહેવાય છે કે સદીઓ પહેલા વિદર્ભ દેશના રાજા ભિષ્મકના 5 સંતાનો પૈકીની કુંવરી રૂક્ષ્મણીના વિવાહ રાજા ભિષ્મકે શીશુપાલ સાથે નક્કી કર્યા હતા. પરંતુ રૂક્ષ્મણીજી પોતાના મનથી ભગવાન શ્રીકૃષ્ણને જ પતિ તરીકે ઈચ્છતા હતા. જેથી તેમણે પરણવા માટે શીશુપાલ જ્યારે જાન લઈને આવ્યા અને વિવાહની વિધીને બે દિવસ બાકી હતા ત્યારે પોતાના કુળગોર બ્રાહ્મણને બોલાવી દ્વારિકા શ્રીકૃષ્ણને પત્ની તરીકે સ્વીકાર કરવા વિનંતી મોકલી હતી. જો આપ માનતા હો કે અંત:પુરમાંથી હરણ કેમ કરવું ? તો આપને જણાવું છું કે અમારા કુળમાં લગ્નના આગલા દિવસે કુળદેવીની યાત્રા થાય છે અને નવવધુ બનનારી કન્યાને પાર્વતીજીના મંદિરે પૂજન-દર્શન માટે લઈ જવામાં આવે છે. જ્યાંથી આપ મારૂં હરણ કરી લેજો. આવો સંદેશો મળતાની સાથે જ દ્વારકાધીશ શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીજીના વિવાહના દિવસે માતા પાર્વતીના મંદિરેથી રૂક્ષ્મણીજીનું હરણ કર્યું અને જે કોઈ રાજાએ ભગવાનને અટકાવવાની કોશીષ કરી તેઓને પરાજીત કરી ભાગતા-ભાગતા શ્રીકૃષ્ણ માધવપુર આવી પહોંચ્યા હતા અને અહીં રૂક્ષ્મણીજી સાથે લગ્ન કર્યા હતા. જે પ્રસંગની યાદ સ્વરૂપ અહીં દર વર્ષે ભગવાનના લગ્નની ઉજવણી કરાય છે.

ઇતિહાસ
માધવરાયજીની લગ્ન વિધીને લઇ તમે જે જાણવા માંગો તે બધુ કંકોત્રી સ્વરૂપે
પોલીસવૃંદ દ્વારા સલામી આપવામાં આવે છે
માધવપુરના મેળા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પરણવા નીકળે ત્યારે વિશ્વમાં કોઈપણ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણને ન મળતું સન્માન અહીં મળે છે. માધવરાય જ્યારે પરણવા નીકળે ત્યારે ઉપસ્થિત પોલીસવૃંદ ઠાકોરજી માધવરાયને સલામી આપી વિદાય કરે છે.

5 દિ\\\' સાંજે 5થી 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
માધવપુરમાં મેળા અને વિવાહ પ્રસંગની સાથોસાથ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 14/4 થી 18/4 સુધી દરરોજ સાંજે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી યોજાશે.

મેળાનું મનોરંજન | પોરબંદરના માધવપુર ગામે યોજાતા પાંચ દિવસીય મેળાને લોકો ‘તરબુચીયા મેળા’ તરીકે ઓળખે છે. આ મેળો ઉનાળાના આગમન વખતે યોજાતો હોય અને આ સીઝનમાં તરબુચનું અહીં ધૂમ વેચાણ થાય છે.

45
CCTV

ભગવાન અને માતાજીના માતા-પિતા બનવા માટે 10 વર્ષનું બુકિંગ ફૂલ
માધવપુરના મેળામાં યોજાતા ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના વિવાહમાં ભગવાન અને માતાજીના માતા-પિતા બનવાનો લહાવો ભારતભરના ભક્તજનોને અપાય છે. ભક્તજનો આ લહાવો લેવા માટે વિવાહમાં થતી ખર્ચની રકમ પેટે માધવરાયના મંદિરને 21 હજાર રૂપીયાની ભેટ અર્પણ કરે છે અને તે સિવાય પોતાની યથાશક્તિ મુજબ લગ્નના તામજામમાં ખર્ચ કરે છે. હાલ ભગવાનના માતા-પિતા બનવા માટે 10 વર્ષ સુધીનું બુકીંગ થઈ ગયું છે.

કૃષ્ણ ભગવાનનાં લગ્ન 510 વર્ષથી માધવપુરમાં થાય છે
વર્ષમાં પાંચ દિવસ બન્ને મૂર્તીઓ રહે છે અલગ અલગ
50
કોન્સ્ટેબલ

80
જીઆરડી

80
હોમગાર્ડ

કડછ ગામનાં લોકો વર્ષોથી મામેરું લઇ આવે છે
350 જેટલા સ્ટોલ બનાવવામાં આવશે
માધવપુર (ઘેડ) મેળાની સાઈટ પર 350 જેટલા સ્ટોલ બનાવવામાં આવશે. જેમાં વિવિધ ખાણીપીણી તેમજ રમકડા સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

2,00,000
થી વધુ લોકો લગ્નમાં જોડાશે

અન્ય સમાચારો પણ છે...