તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતા-ભટકતા ધણખૂંટથી શહેરીજનો ત્રસ્ત, તંત્ર નિષ્ક્રિય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર શહેરમાં રખડતા ભટકતા ધણખૂંટથી અવાર -નવાર નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે. શહેરીજનો આખલાથી ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. રખડતા ભટકતા ગોધાઓ જોવા મળી રહ્યા છે. આ ગોધાઓને કારણે અનેક વૃદ્ધો, મહિલાઓ અને બાળકો તેમજ વાહનચાલકો સાથે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. દરેક નાગરીક પણ આ સમસ્યાથી પીડાય છે આમ છતાં પોરબંદર પાલિકા તંત્ર દ્વારા રખડતા-ભટકતા ગોધાઓ માટે આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલી નથી અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી કોઈ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવેલી નથી. જેથી તાત્કાલીક લોકોની મુશ્કેલી અને અકસ્માતો અટકાવવા પાલિકા તંત્ર યોગ્ય પગલા લે અને લોકોને પરેશાનીમાંથી મુક્ત કરાવે તેવી માંગ કોંગ્રેસ આગેવાન દેવશીભાઈ પુંજાભાઈ પરમારે કરી છે અને લેખિતમાં નગરપાલિકાના પ્રમુખને આ અંગે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો