તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાકંડોરણામાં 108ની ટીમે પ્રસુતાની જોખમી ડીલીવરી એમ્બ્યુલન્સમાં કરાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામ પાસે ધાર વિસ્તારમાં ખેતીકામ કરતા અસ્મિતાબેન રસિકભાઈ નામના મહિલા પ્રસુતા હતી અને આ મહિલાને બી.પી. ની તકલીફ, પગમાં સોજા હતા. અગાઉ આ મહિલાના બાળકનું મૃત્યુ થયું હતું અને 2 વખત કસુવાવડ થઈ હતી. આવી પરિસ્થિતીમાં આ મહિલાને 9 માસ પૂર્ણ થતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમ તાત્કાલીક પહોંચી ગઈ હતી અને સમયસૂચકતા મુજબ આ મહિલાને હોસ્પિટલે લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસુતિની પીડા વધુ ઉપડતા સમય ન હોવાથી 108 ના ઈ.એમ.ટી. લાલજી વેગડ અને પાયલોટ શક્તિસિંહ ગોહિલે સમયને ધ્યાનમાં રાખી આ મહિલાના બાળકના ગળાની ફરતે કોડ વીંટળાયેલો હતો તેથી સાવચેતીથી એમ્બ્યુલન્સમાં જ જોખમી ડીલીવરી કરાવી હતી. બાળકનો જીવ બચાવીને તેને બેબી વોર્મરથી ગરમ હૂંફ આપી હતી. એમ્બ્યુલન્સમાં જ માતાને જરૂરી એમ્બ્યુલન્સ અને બાટલાની સારવાર પૂરી પાડી હતી. મજુર પરિવારના ઘરે પુત્રરત્નનો જન્મ થતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. 108 ની ટીમે આ મહિલાને રાણાવાવ સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા હતા. આમ, 108 ની ટીમે સફળતાપૂર્વક માતા અને બાળકને બચાવીને નવજીવન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...