દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન કરતી કંપની સામે પગલાં ભરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપનીમાંથી કેમીકલયુક્ત પાણી દરિયામાં છોડવામાં આવતું હોવાને કારણે દરિયાઈ માછલી, જીવસૃષ્ટિના અસ્તિત્વ ઉપર ગંભીરપણે ખતરો ઉભો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી કેમીકલયુક્ત પાણી દરિયામાં છોડવામાં આવતું હોવા અંગે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. પ્રદૂષણ નિયંત્રણ કન્ટ્રોલ બોર્ડના નિયમોને આધીન રહીને ફેક્ટરીમાંથી નીકળતા કેમીકલયુક્ત પાણીની રીસાયકલીંગ કરીને દરિયાઈ સૃષ્ટિને ન થાય એટલા પ્રમાણમાં શુદ્ધ કરીને દરિયામાં ઠાલવવાનું હોય છે પરંતુ સરકારના નિયમને નેવે મૂકીને દૂષિત પાણી દરિયામાં છોડાતું હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિને ગંભીરપણે નુકસાન થઈ રહ્યું હોવાને લીધે યોગ્ય કરવામાં આવે અને કંપની સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...