બગવદર-હર્ષદ રોડ પર પુલ પહોળા કરી રેલીંગ નાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદર તાલુકાના બગવદર-હર્ષદ રોડ ઉપર મોઢવાડા અને કિંદરખેડા ગામની વચ્ચે સરાણના વોકળા કમ બરડાસાગર ડેમની રિવર્સ કેનાલ ઉપર બ્રીજ બનાવવામાં આવેલ છે. સરાણના વોકળા ઉપર બનાવવામાં આવેલ પુલ સાંકળો પડે છે તેમજ આ પુલ પર રેલીંગ પણ નથી જેથી અહીં વારંવાર અકસ્માતના બનાવો બને છે. તેમજ ભવિષ્યમાં અકસ્માતો થાય તેવી દહેશત પણ જોવા મળે છે. આ ઉપરાંત આ બ્રીજનું તળીયું સરાણના વોકળાના તળીયા લેવલથી ઊંચું રાખી દીધેલ છે જેથી બરડા સાગર ડેમના પાણીનો જથ્થો ડેમમાં વધારો હોય તો આગળ વોંકળા કમ રેડીયલ કેનાલમાં વહી શકતું નથી જેથી ખેડૂતોને સિંચાઈમાં પાણી ઓછું મળે છે. આથી બ્રીજની રેલીંગનું કામ તાત્કાલીક શરૂ કરવામાં આવે અને વોકળાના લેવલે કામ કરવામાં આવે તેમજ બ્રીજને પહોળો કરવાની પ્રક્રિયા માટે જરૂરી હુકમ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી સમક્ષ કરી છે.

અન્ય સમાચારો પણ છે...