તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવમાં મારવાડી કોલોની ખાતે શૌચાલય જર્જરીત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | મારવાડી કોલોની ખાતે આશરે 100 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અહીં શૌચાલયનું પણ નવનિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આ શૌચાલય ખૂબ જ જર્જરીત બની ગયું છે અને 4 જેટલા બાથરૂમમાં દરવાજાઓ પણ તૂટી ગયા છે. જેના કારણે સીમેન્ટ ફેક્ટરીની સામે કોલોનીમાં વસવાટ કરતા લોકોને ખૂલ્લામાં શૌચક્રીયા કરવા જવાની ફરજ પડી રહી છે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી હતી. તસ્વીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...