તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજા તબક્કાની તાલીમમાં ગેરહાજર રહેનાર કર્મીઓ સામે કડક કાર્યવાહી થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા સામાન્ય ચૂંટણીઓ માટે પોરબંદર જિલ્લાના નિયુક્ત 1700 થી વધુ કર્મચારીઓને તા. 17 એપ્રિલના રોજ બીજા તબક્કાની તાલીમ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના માર્ગદર્શન તળે નિષ્ણાંત ટ્રેનરો, અધિકારીઓ દ્વારા ચૂંટણી સ્ટાફને તાલીમ અપાશે.

પોરબંદરના સ્ટાફને તા. 17 ના રોજ સવારે 9 કલાક થી પોરબંદરની કે.એચ. માધવાણી કોલેજ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી કે.વી. બાટી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કુતિયાણા સ્ટાફને ધરમપુરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે તા. 17 ના રોજ સવારે 9 કલાક થી કુતિયાણાના મદદનીશ ચૂંટણી અધિકારી અંસારીના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવશે.

ચૂંટણીમાં નિયુક્ત કર્મચારીઓ ફરજ કે તાલીમમાં ચૂક રહે તો ચૂંટણી વ્યવસ્થામાં અડચણો આવે છે, ચૂંટણી સુગમતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શિતતાથી યોજાય તે માટે ચૂંટણી સ્ટાફની તાલીમ ખૂબ જ અગમ્યની બાબત છે. તાલીમમાં ઈવીએમ, વીવીપીએટી મશીન જાળવણી તેને કાર્યરત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવા સાથે ચૂંટણી પ્રક્રિયામાં મતદાન શરૂ થાય તેના નિર્ધારીત સમય પહેલા મોકપોલનું આયોજન મશીન ક્લીયર કરવા, મશીનનું સીલીંગ, જુદા-જુદા કવરો તૈયાર કરવા પ્રીસાઈડીંગની ઓફિસરની ડાયરી સહિત તમામ મહત્વની બાબતોની તાલીમ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની તાલીમમાં 37 જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા અને તેઓને નોટીસ પણ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ 37 કર્મચારીઓ હાજર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...