તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 સ્થળે મોબાઈલ ટાવર નાખવાની કામગીરી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ખાનગી કંપની દ્વારા 3 સ્થળોએ મોબાઈલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ અંગે મંજુરી લઈ કામ થતું હોવાની પાલિકાએ પણ સ્પષ્ટતા કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં વિરડી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવર પડતો હોવાની ફરિયાદો ઉઠી હતી અને આ મોબાઈલ ટાવરથી રેડીએશનને કારણે લોકોના આરોગ્ય જોખમાશે જેથી લોકોએ પણ કામ અટકાવ્યું હતું. આ અંગે સ્થાનિકોએ મોબાઈલ ટાવર ન નાખવા દેવા માટે પાલિકાને રજૂઆત કરી હતી. ત્યારબાદ પાલિકાએ પણ એવી સ્પષ્ટતા કરી હતી કે શહેરમાં ચોપાટી અને સુભાષનગર સહિત ત્રણેય સ્થળોએ મોબાઈલ ટાવર નાખવાની મંજુરી મળી ગઈ છે અને આગામી સમયમાં કામ થશે તેવું જણાવ્યું છે. આમ, મોબાઈલ ટાવર નાખવાની ખાનગી કંપની પાસે મંજુરી હોવાથી કામ થશે. અગાઉ ટાવર નાખવ મુદ્દે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...