તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપુર CHC હોસ્પિટલ ખાતે ખીલખીલાટ વાનની સુવિધાનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુર |પોરબંદર તાલુકાના માધવપુરની સરકારી સી.એચ.સી. હોસ્પિટલ ખાતે ખીલખીલાટ વાનની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. માધવપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ઘેડ પંથકના આશરે 22 જેટલા ગામો આવતા હોય અને અહીં દર મહિને ડીલેવરીના 30 થી 35 જેટલા કેસો પણ નોંધાઈ રહ્યા છે ત્યારે આ ખીલખીલાટ વાન ડીલેવરીના કેસોમાં મહિલાઓને અત્યંત ઉપયોગી નીવડશે. ખીલખીલાટ વાનના શુભારંભ પ્રસંગે જિલ્લાના કો-ઓર્ડીનેટર તુષાર સોલંકી, ડો. રામ બાલસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...