Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ
પોરબંદરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઇ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રેલી, ટ્રાફિક જાગૃતિ અંગે સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે. પોરબંદરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઇ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પોરબંદરના રૂપાળીબાગ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેકટર ડી.એન.મોદી, ડીવાયએસપી ભરતભાઇ પટેલ, ટ્રાફિક પીએસઆઇ જી.બી.ગોહિલ, લાખણસીભાઇ ગોરાણીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં 31 મો માર્ગ સલામતી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. અને અગ્રણીઓએ ટ્રાફિક જાગૃતિ અંગે પોતાના મંતવ્યો રજૂ કરી નગરજનોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતુ. આ સમારોહ બાદ ટ્રાફિક બ્રિગેડ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આજે રાણાવાવમાં ટ્રાન્સપોર્ટ એસોસીએશન ઓફિસ ખાતે મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 13 જાન્યુઆરીએ શાળા-કોલેજના વિધાર્થીઓ દ્વારા રૂપાળીબાગથી કિર્તિમંદિર સુધી રેલી યોજાશે. 14 જાન્યુઆરીએ ‘પક્ષી બચાવો અભિયાન’ માં બ્રિગેડો જોડાશે. 15 જાન્યુઆરીએ ગોઢાણીયા કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. 16 જાન્યુઆરીએ ડિબેટ કોમ્પિટીશન યોજાશે તેમજ 17 જાન્યુઆરીએ સુદામાચોક આ સપ્તાહની પૂર્ણાહુતી સમારોહ યોજાશે.