ચેકીંગમાં સ્ટેમ્પના સંઘરા વેન્ડરોએ કર્યા હોવાનું ખૂલ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં વિદ્યાર્થીઓ, મહીલાઓ સહીતના લોકો વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતા હોય છે પરંતુ હાલ સ્ટેમ્પની અછતના કારણે લોકોને પોતાના કામકાજ માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધોરણ 12 સાયન્સનું રીઝલ્ટ આવ્યા બાદ અન્ય ફેકલ્ટીઓનું રીઝલ્ટ પણ જાહેર થશે. ત્યારે વિદ્યાર્થીઓને નોન ક્રિમીલીયર, જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા વગેરે કઢાવવા પડશે અને હાલ વિધવા મહિલાઓ પણ તેઓને મળતી વિધવા સહાયના ફોર્મ ભરાવવા માટે અરજીઓ કરે છે. આ તમામ લોકોને સ્ટેમ્પ ન મળતા હોવાથી પોતાના કામકાજમાં પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. સ્ટેમ્પ ન મળતા હોવાની અનેક ફરિયાદો ઉઠતા નાયબ મામલતદારે ચેકીંગ હાથ ધર્યું હતું અને આ ચેકીંગમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે સ્ટેમ્પનો સંગ્રહ હોવા છતાં તેઓ વેચાણ ન કરતા હોવાનું ખૂલ્યું હતું. અરજદારોને સ્ટેમ્પના અભાવે ભારે હાલાકી વેઠવી પડતી હોવાથી નાયબ મામલતદારે પણ સ્ટેમ્પ વેન્ડરોને કડક સૂચના આપી યોગ્ય નહીં કરાય તો કાર્યવાહી થશે તેવી ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...