તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અશોક ભાદ્રેચાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પોરબંદર નગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2019-20 નું અંદાજપત્ર (બજેટ) વિવિધ યોજનાઓને સાકાર કરતું બજેટ મોહન મોઢવાડીયા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન સરજુભાઈ કારીયા, ભલાભાઈ મૈયારીયા, ચીફ ઓફિસર રુદ્રેશભાઈ હુદડ સહિત સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંભવિત સિલક સહિતનું કુલ (રેવન્યુ તથા ગ્રાન્ટ અને કેપીટલ ઉપજ) સહિત રૂપીયા 3,25,21,72,492 તથા કુલ ખર્ચ રૂપીયા 3,23,37,64,989 ની જોગવાઈ સાથે બંધ સિલક રૂપીયા 75,000 સહિત 1,84,82,503 પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે માત્ર 5 મિનીટમાં મંજુર કરવામાં આવ્યું હતું. આ બજેટ બિનજરૂરી ખર્ચા ઉપર કાપ મૂકી પુરાંતવાળુ બજેટ મંજુર કર્યું હતું. પોરબંદર નગરપાલિકાના બજેટમાં આ વર્ષે નગરપાલિકાના આવકના સ્ત્રોત ઉભા કરવા માટે શોપીંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નવા કર કે હાલના કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 2016 માં 3.66 કરોડ ના ખર્ચે નગરપાલિકાના નવનિર્મીત બિલ્ડીંગ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેનું કામ હાલ પણ ચાલુ છે જેમાં 2019 ના બજેટમાં 3.25 કરોડના ખર્ચ દર્શાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો