તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવો, નહીં તો ચૂંટણી પ્રક્રિયાથી જ દૂર રહેશું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય નિવૃત કર્મચારી મહામંડળ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉકલ ન આવતા પેન્શનરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આગામી તમામ ચૂંટણીઓમાં કર્મચારીઓનાં કુટુંબ સહિતના ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવા ચિમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય નિવૃત કર્મચારી મહામંડળ સાથે 272 જિલ્લા-તાલુકા મંડળો જોડાણ ધરાવે છે અને 4 લાખ જેટલા સભ્યો છે. ગુજરાત સરકારને પેન્શનરોના વણઉકેલ્યા પ્રશ્નોની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી પેન્શનરોમાં નારાજગી ફેલાયેલી છે. પેન્શનરોની માંગણી અને આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયેલ હોવાથી નાછૂટકે આગામી તમામ ચૂંટણીઓમાં કર્મચારીઓના કુટુંબ સહિત આશરે 1 કરોડ મતદારો ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે. ગુજરાત રાજ્ય નિવૃત કર્મચારી મહામંડળની સંકલન સભામાં નક્કી કરવામાં આવ્યું છે કે 28/2 ને ગુરૂવારના એક વાગ્યે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાના પેન્શનર સમાજ દ્વારા જિલ્લાના દરેક પેન્શનરો જિલ્લા કલેક્ટરને તા. 28/2 ના રોજ પોતાની માંગણીઓ માટે આવેદનપત્ર પાઠવશે તેમ પરબતભાઈ વી. વાઢેરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો