તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર જિલ્લામાં 4.16 કરોડના ખર્ચે 6 રસ્તાનું નવિનીકરણ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના ગામોમાં 4.16 કરોડના ખર્ચે 6 રસ્તાનુંં ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારે આગામી 9 માસમાં તમામ માર્ગો નવીનીકરણ કરાશે. પોરબંદર જીલ્લાના ગ્રામીણ પંથકના છ જેટલા રસ્તાઓનો ખાતમુર્હત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રામીણ પંથકમાં રસ્તાઓ બિસ્માર બન્યા હોવાના કારણે રાહદારીઓ અને એક ગામથી બીજા ગામમાં અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી. જેથી રસ્તાના નવીનીકરણની રજૂઆતો ઉઠી હતી જેના પગલે રસ્તાનું નવિનીકરણ માટે સરકારે મંજૂરી આપી હતી. ધારાસભ્યના પ્રયાસોથી ગ્રામીણ પંથકના 6 જેટલા રસ્તાના કામ મંજૂર થયા હતા. જેનો ખાતમુર્હત કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે અડવાણા ગામે જોવા આવ્યો હતો. 4.16 કરોડના ખર્ચે 6 જેટલા રસ્તાનું નવિનીકરણ થશે. અને ગામડાઓના રોડ રસ્તા ડામરથી મઢવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, તાલુકા ભાજપના પ્રમુખ ભૂરાભાઇ કેશવાલા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આ રસ્તાનું ખાતમુર્હત કરતા આગામી નવ મહિનામાં માર્ગોનું નવીનીકરણ કરાશે.

ગ્રામિણ પંથકનાં બિસ્માર માર્ગો બનાવાશે, ખાતમુહૂર્ત કરાયું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો