સીંધપુર ગામે બિમારીથી કંટાળી પ્રૌઢે આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીંધપુર ગામે બીમારીથી કંટાળી પ્રૌઢે આપઘાત કરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. કુતિયાણાના સીંધપુર ગામે રહેતા નાગાભાઈ બાલુભાઈ ખુંટી (ઉ. વર્ષ 50) ને અગાઉ હ્રદયરોગના હુમલા આવી ગયા બાદ બિમાર રહેતા હતા. આથી બિમારીથી કંટાળી જઈને પોતે પોતાની મેળે મગફળીમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે ઉપલેટા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...