તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં સાન્દિપની ખાતે શ્રી હરિમંદિરે પાટોત્સવનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ફેબ્રુઆરી માસ દરમિયાન શ્રી હરિમંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હરિમંદિર પાટોત્સવ પ્રસંગે ફેબ્રુઆરી મહિનામાં ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાનાર છે. જેમાં આગામી 11 ફેબ્રુઆરીને સોમવારે સવારે 8:30 કલાકેથી નેત્રયજ્ઞ કેમ્પ ફેફ્સા તથા શ્વાસનો કેમ્પ, દંતયજ્ઞ કેમ્પ વગેરે રોગના દર્દીઓને સારવાર આપવામાં આવશે. નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનો વિનામૂલ્યે ઈલાજ કરી અપાશે. આમ સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે હરિમંદિર પાટોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમની સાથોસાથ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...