પોરબંદરમાં વેપારીઓ 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકશે, લોકદરબારમાં મંજૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં તાજેતરમાં જૂનાગઢ રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો ખૂલ્લા મને વાત કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો-વધારો કરી નગરજનોને કોઈપણ જાતનો ભય અથવા મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ કરી સલામતીની વ્યવસ્થા કરી શકાય એ અંગે યોજાયેલ મીટીંગમાં વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર માટેની દુકાનો 24 કલાક ખૂલ્લી રાખવા અંગે ચર્ચા કરી હતી જેના જવાબમાં આઈ.જી. સુભાષ ત્રિવેદીએ ચોખવટ કરી હતી કે તા. 1/5/2019 થી કોઈપણ વેપારી 24 કલાક દુકાન ખૂલ્લી રાખી શકશે તેવો કાયદો સરકારે બહાર પાડ્યો છે અને તે નરી વાસ્તવિકતા છે. જેથી પોરબંદર શહેરમાં રાત્રે 12 વાગ્યા પછી દુકાન બંધ કરાવવા પોલીસ તરફથી કોઈ નહીં આવે તેવી સ્પષ્ટતા કરી હતી. જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે હકારાત્મક જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...