છાંયામાં શિવશક્તિ આશ્રમમાં શિવકથા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાંયામાં શિવશક્તિ આશ્રમમાં શિવકથા યોજાશે

પોરબંદર
| પોરબંદર નજીક છાંયાના નવાપરા ખાતે શિવશક્તિ આશ્રમમાં અખંડ રામધૂન ચાલી રહી છે ત્યારે આગામી તા. 11 એપ્રિલથી શિવમહાપુરાણનો પ્રારંભ થશે. શિવમહાપુરાણ 21 એપ્રિલ સુધી ચાલશે. દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 7 સુધી કથાનું રસપાન થશે. જેમાં શિવમહીમા મહાત્મ્ય સહિતના પ્રસંગોનું શ્રવણ, દર્શન, ભજન દ્વારા સચોટ નિરૂપણ ભાડથરવાળા ધીરૂભાઈ તન્ના દ્વારા થશે. આશ્રમ ખાતે ભોજન-મહાપ્રસાદી અવિરત ચાલુ રહેશે. આ તમામ પ્રસંગોમાં ઉપસ્થિત રહી પ્રસાદી લેવા પૂજ્ય બાબુગીરી બાપુ દ્વારા તમામ ધાર્મિકજનોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...