તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શારદા નંદલાલ શાહ કલ્યાણનિધી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 25થી વધુ સેવાભાવી સંસ્થાઓનું થશે સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ, સત્યનારાયણ મંદિર, શારદા નંદલાલ શાહ કલ્યાણનિધી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી પોરબંદરની 25 થી પણ વધુ વિનામૂલ્યે માનવસેવાનું ભગીરથ કાર્ય કરતી સંસ્થાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 21 જાન્યુઆરીને સોમવારે પોષી પૂનમના દિવસે શારદા નંદલાલ હોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. પોરબંદરની તમામ જ્ઞાતિના જરૂરીયાત લોકો માટે વિનામૂલ્યે સેવા કરતી સંસ્થાના આયોજકોએ પોતાની સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની માહિતી સત્યનારાયણ મંદિર કાર્યાલય ખાતે આગામી તા. 15 જાન્યુઆરી સુધી જમા કરાવવા ડો. સુરેખાબેન શાહે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...