તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનૈશ્વરી અમાસ નિમીતે હાથલામાં ભક્તોનું ઘોડાપૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીક આવેલા ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. અહીં અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે શનૈશ્વરી અમાસ પ્રસંગે હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને દર્શનાર્થે પણ ભાવિકોની લાંબી કતારો લાગી ગઈ હતી. દૂર-દૂરથી આવતા ભાવિકોએ પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાથોસાથ પોતાની પનોતી દૂર થાય તે માટે પનોતી પણ ઉતારી હતી. તસ્વીર - જીતુ કારાવદરા

કરોડોની ગ્રાન્ટ આપી છતાં શનિધામનો વિકાસ ન થયો
પોરબંદર નજીક આવેલા હાથલા ગામના શનિધામના વિકાસ માટે સરકારના પ્રવાસન વિભાગે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ હજુ સુધી કોઈ પ્રકારના વિકાસના કામો થયા ન હોવાથી શનિધામ ખાતે આવતા ભાવિકોને પૂરતી સુવિધાથી વંચીત રહેવું પડે છે. સરકારે વિકાસકામોની મંજુરી આપી હોવા છતાં વિકાસના કામો ન થયા હોવાથી પણ ભાવિકો પણ રાહ જોઈને બેઠા છે કે અહીં વિકાસના કામો ક્યારે થશે ?

પનોતી સ્વરૂપે ચપ્પલ અને કપડાના ઢગલા
શનૈશ્વરી અમાસ નિમીતે શનિદેવના દર્શનાર્થે આવતા ભાવિકો પનોતી સ્વરૂપે ચપ્પલ અને કપડા અહીં ઉતારે છે. જેથી ચપ્પલ અને કપડાના ઢગલા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...