પોરબંદરમાં 60 થી વધુ વિધવા બહેનોને દત્તક લઈ દર મહિને અપાતી રાશનકીટ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ બિરદાવાઈ

જામનગર ખાતે યોજાયેલ લાયોનેસ મીટમાં 90 થી વધુ મહિલા ડેલીગેશન હાજર રહ્યા

DivyaBhaskar News Network | Updated - Dec 30, 2018, 03:25 AM
Porbandar News - serial activities including ration kit each month adopted by adopting more than 60 widows in porbandar 032504
જામનગર ખાતે લાયોનેસ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232 જેના મહિલા સભ્યોની લાયોનેસ મીટ મીલનોત્સવ-2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. કો-ઓર્ડીનેટર તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ગીતાબેન ચાવલા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં 90 થી પણ વધુ મહિલા ડેલીગેટની હાજરી રહી હતી. મીટના અધ્યક્ષ લાયન જયશ્રી જોષીના સ્વાગત પ્રવચન બાદ દરેક ક્લબના બેનર પ્રેઝન્ટેશન કરાયા હતા અને સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર અપાયો હતો. જેમાં લાયોનેસ ક્લબ-પોરબંદરને તેમના પ્રમુખ જ્યોતિબેન મસાણીએ પછાત વર્ગના જરૂરીયાત બાળકોને મદદરૂપ બનવું, 56 ભોગ જમણવારથી સમાજને આપેલ ઉમદા સંદેશ, સેવાની વૈકલ્પિક નવા રાહ બતાવવા માટે સ્પેશ્યલ પ્રશંસા પ્રમાણપત્ર ડિસ્ટ્રીક્ટ ગવર્નરના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ દાતાઓના સહયોગથી વિધવા બહેનોને સહાય અંતર્ગત 60 કરતા પણ વધુ વિધવા બહેનોને 1 વર્ષ માટે દત્તક લઈ, દર માસે આપવામાં આવતી રાશનકીટ અંગે પણ પ્રશંસાપત્રથી નવાજવામાં આવ્યા હતા. આમ, જામનગર ખાતે યોજાયેલ લાયોનેસ મીટમાં પોરબંદર લાયોનેસની કામગીરીને બિરદાવાઈ હતી.

X
Porbandar News - serial activities including ration kit each month adopted by adopting more than 60 widows in porbandar 032504
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App