તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર શહેરમાં 2 કલાકમાં સવા ઇંચ, માધવપુરમાં 2 દિ\'માં 2 ઇંચ વરસાદ પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આજે બપોર બાદ 2 કલાકમાં સવા ઇચ જેટલો વરસાદ પડયો હતો. જીલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જીલ્લામાં 107 ટકા કરતા વધુ વરસાદ થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્રારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઇકાલે પોરબંદરમાં ગાજવીજ સાથે રાત્રે ભારે ઝાપટું પડયુ હતુ. બાદમાં સવારે તડકો પડયો હતો. અને વાતાવરણમાં ઉકળાટ જોવા મળી રહયો હતો. પરંતુ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને 4 થી 6 એમ બે કલાકમાં 33 એમએમ એટલે કે સવા ઇચ જેટલો વરસાદ નોંધાયો છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પોરબંદરમાં સાંજના 7.30 વાગ્યે પણ વરસાદ ચાલુ રહયો હતો. જયારે માધવપુર પંથકમાં છેલ્લા 2 દિવસ દરમ્યાન ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો. માધવપુરમાં 2 દિવસ દરમ્યાન 2 ઇચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ વરસતા માધવપુરના ખેડુતોમાં મોલાત બગડવાની ભીતી સેવાઇ રહી છે. તસ્વીર : પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...