તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવલીયા પ્લોટ વિસ્તારમાં રોડ ખોદી નંખાયો, આચારસંહિતાને લીધે કામ ટલ્લે ચઢી ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં ભૂગર્ભગટરની યોજના દરમિયાન તોડી પડાયેલા માર્ગોને સીમેન્ટ, કોંક્રીટ તથા ડામરથી મઢવાની કામગીરી પૂરી થવા આવી છે. ત્યારે શહેરની આંતરિક ગલીઓમાં પણ તોડી પડાયેલ માર્ગોને ડામરથી મઢવામાં આવી રહ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોની આંતરિક ગલીઓમાં પેવરબ્લોક પણ પાથરવામાં આવ્યા છે. હાલ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા આચારસંહિતાની અમલવારી થાય તે માટે કમ્મર કસવામાં આવી રહી છે અને જેને કારણે શહેરના રાવલીયા પ્લોટ વિસ્તારમાં રોડનું કામ શરૂ થયું હતું અને ફરીથી આ કામને બંધ કરી દેવાતા આ કામ ટલ્લે ચડ્યું છે જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...