તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર શહેરના પછાત વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને રસ્તા સહીતની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરના પછાત વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને રસ્તા સહીતની પ્રાથમિક સુવિધા સમયસર ન મળતી હોવાને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં ભૂગર્ભગટરની કામગીરી દરમિયાન તમામ માર્ગો તોડી પાડવામાં આવ્યા હતા. ભૂગર્ભગટરનું કામ પૂરૂં થયા બાદ શહેરના માર્ગોને સીમેન્ટ, કોંક્રીટ અને ડામરથી મઢી દેવાની કામગીરી થઈ છે. પરંતુ પછાત વિસ્તારો તરફ જતા માર્ગનું નવિનીકરણ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો અંતે વિરડી પ્લોટ સહીતના પછાત વિસ્તારમાં જતા માર્ગનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગનું નવિનીકરણ થયા બાદ આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સારા રસ્તાની સુવિધા મળશે જેથી છેલ્લા ઘણાં લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગને કારણે વેઠવી પડતી હાલાકીનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...