તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

STમાં વિકલાંગોની રિઝર્વ-સીટો સામાન્ય મુસાફરોને ફાળવી દેવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં ચાલતી એસ.ટી. બસોમાં સરકાર દ્રારા વિકલાંગો માટે રિઝર્વ સીટો ફાળવવામાં આવી છે. જેમાં એસ.ટી.બસમાં 16,17 અને 18 સીટો વિકલાંગો માટે હોવા છતા અલગ અલગ જીલ્લાઓમાં એસ.ટી. દ્રારા વિકલાંગો માટે ફાળવેલ સીટોનું રૂપિયા લઇને બુકીંગ કરવામાં આવે છે. જેથી વિકલાંગોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

આ અંગે વિકલાંગો સીટ ખાલી કરવાનું કહે તો ફરજ પરના કંટકટર આ સીટ બુકીંગ છે અને રૂપિયા ચૂકવ્યા છે. તમો ઉભા રહો તેવુ બેહુદુ વર્તન કરે છે. જેથી ફરીયાદો ઉઠતા પોરબંદરના શિવદૂત વિકલાંગ સેવા સમીતીના પ્રમુખ ભારતીબેન ડાભીએ ઉચ્ચ્ કક્ષાએ રજુઆત કરી છે અને માંગ કરી છે કે વિકલાંગોને રિઝર્વ સીટનું બુકીંગ ન કરવુ જોઇએ અને ગુજરાતના દરેક ડેપો મેનેજરને સુચના આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...