તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુકેથી અાવેલા બાળકના સ્વોબનો રીપોર્ટ નેગેટીવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુકે થી અેક પરીવાર પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં ગત તા.05-03 ના રોજ અાવ્યા હતા. અા પરીવારના 14 માસના બાળકને તાવ અને ગળામાં દુ:ખાવો થયો હતો, જેથી બાળકને પ્રથમ ખાનગી હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા, જયાંથી બાળકની તબીયત અંગે જીલ્લા અારોગ્ય વિભાગને જાણ કરાઇ હતી. અા બાળક વિદેશથી અાવ્યુ હોય અને તાવ અને ગળામાં દુ:ખાવાને લીધે શંકાસ્પદ કેેસ જણાતા અા બાળકને ભાવસિંહજી હોસ્પિટલના અાઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં અાવ્યો હતો અને અા બાળકના સ્વોબનો નમુનો જામનગર ખાતે મોકલી દેવામાં અાવ્યો હતો. જયાંથી અા બાળકના સ્વોબના નમુનાનો રીપોર્ટ નેગેટીવ અાવતા તંત્રઅે તેમજ બાળકના પરીવારજનોઅે રાહતોનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...