તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીવીંગ સર્ટી ન હોય અેવા કિસ્સામાં સોગંદનામુ સ્વિકારવાનો ઇન્કાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં જનસેવા કેન્દ્રમાં જાતિના દાખલા કઢાવવાની મુશ્કેલી અંગે જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઅાત કરવામાં અાવી છે. પોરબંદરના અેડવોકેટ અકબરભાઇઅે જિલ્લા કલેકટરને લેખીત અાવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે પોરબંદર જનસેવા કેન્દ્રમાં દરેક સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવા માટે ફરજીયાત ઉપલી પેઢીનું સ્કૂલ લીવીંગ સર્ટી અથવા તો જાતિ પુરવાર થાઇ તેવો કોઇ પણ દસ્તાવેજ માંગવામાં અાવે છે, પરંતુ વિચરતી વિમૂકત જાતિના દાખલા કઢાવવા માટે ફરજીયાત ઉપલી પેઢીનું સ્કૂલ લીવીંગ સર્ટી માંગે છે, જો ઉપલી પેઢીનુ અાવુ લીવીંગ સર્ટી ન હોય તો વિચરતી વિમૂકત જાતિનો દાખલો કાઢી અાપવામાં અાવતો નથી. રાજ્ય સરકારનો પરીપત્ર છે કે અા જાતિના લોકોને ઉપલી પેઢીનો અાધાર ન હોય તો પણ અા સમાજ રખડતો-ભટકતો હોય જેથી દાખલો કાઢી અાપવો , પરંતુ પોરબંદર જનસેવા કેન્દ્રમાંથી અાવા દાખલા કાઢી અાપવામાં અાવતા નથી. તેમજ દરેક અરજદારના ઉપલી પેઢીના વડીલો ભણેલા ન હોય, જેથી તેઅો પાસે સ્કૂલ લીવીંગ સર્ટી પણ ન હોય અને અા સિવાય તેઅો પાસે જાતિ પુરવાર થાય તેવો અન્ય કોઇપણ પુરાવા હોતા નથી, તેમજ અાવા કિસ્સામાં જે તે સમાજના લોકો દ્વારા તેઅોના જ્ઞાતિના પ્રમુખનો દાખલો પણ જનસેવા કેન્દ્રમાં ચલાવવામાં અાવતો નથી. ઉપલી પેઢીનું સ્કૂલ લીવીંગ સર્ટી ન હોય તેવા કિસ્સામાં સોગંધનામુ જોડીને જાતિના દાખલા કાઢી અપાતા હતા, પરંતુ હાલ અધિકારી ઇનકાર કરતા હોવાથી જાતિનો દાખલો કાઢી અાપવામાં અાવતો નથી.

જનસેવા કેન્દ્રમાં જાતિના દાખલાે કઢાવવામાં અરજદારને મુશ્કેલી

પોરબંદરનાં વકીલે જિલ્લા કલેકટરને લેખીત રજૂઅાત કરી
અન્ય સમાચારો પણ છે...