રાણાકંડોરણાનાં બુટલેગરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવના રાણાકંડોરણા ગામનો બૂટલેગર પાસા હેઠળ સુરત જેલ ખાતે ધકેલાયો છે. પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ જીલ્લામાં માથાભારે શખ્સો તેમજ દારૂના વેચાણ અંગેની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શખ્સો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને રાણાવાવ પોલીસ મથકમાં દારૂના ગુન્હાના કામના દેશીદારૂની હેરાફેરીના આરોપી, રાણાકંડોરણાની ફટાકડા સીમમાં રહેતો રોહિત સરમણ રાતીયા નામના શખ્સ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ આ શખ્સની અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા માટે વોરંટ ઇસ્યુ કરતા, એલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસમાએ વોરંટની બજવણી કરી આ શખ્સને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

આરોપી બુટલેગર

અન્ય સમાચારો પણ છે...