તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ પર લાઈટીંગ પોલ ઉભા કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં કરોડોના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હાલ દરેક પ્રકારના વાહનો આ બ્રીજનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનાવેલા આ બ્રીજ ઉપર લાઈટીંગનો અભાવ જોવા મળે છે અને રાત્રીના સમયે આ બ્રીજ અંધારપટથી છવાઈ જાય છે. આ બ્રીજ ઉપર રાત્રીના સમયે પણ ભારે વાહનોની અવરજવર થતી રહે છે અને નાના વાહનચાલકો પણ અહીંથી પસાર થતા હોય છે ત્યારે અંધારપટના કારણે અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રીજ બોખીરા, ખાપટ, રાજીવનગર જેવા વિસ્તારોમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે ત્યારે તાત્કાલીક આ બ્રીજની બન્ને સાઈડ આવેલા સર્વિસ રોડમાં અને બ્રીજ ઉપર લાઈટીંગ પોલની સુવિધા કરવામાં આવે તેવી માંગ સાથે શહેર-જિલ્લા કોંગ્રેસના સમિતિના મંત્રી જયદિપ આગઠે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો