વર્તુ નદી પરનો જર્જરીત પૂલ રૂ.5.61 કરોડના ખર્ચે નવો બનાવવા દરખાસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર-ખંભાળીયા હાઇવે પર આવેલ વર્તુ નદી પરનો પૂલ જર્જરીત થઇ જતા, ભારે વાહનો પસાર ન થાય તે માટે એંગલ રાખવામાં આવ્યા છે. અને આ જર્જરીત પૂલ રૂ.5.61 કરોડના નવો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે.

પોરબંદર-ખંભાળીયા હાઇવે પર સોઢાણા અને મજીવાણા ગામોની વચ્ચે આવેલો વર્તુ પૂલ 65 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. અને તાજેતરમાં આ પૂલ અતિ જર્જરીત બની જતા મોટી જાનહાની સર્જાઇ તેમ હોય જેથી ગત તા.29 જાન્યુઆરીથી આ પૂલ પરથી 6 ટનથી વધુ વજન ધરાવતા વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પૂલની મજબૂતાઇ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્રારા આલેખન વિભાગ ગાંધીનગરના પૂલ એકસપર્ટ સાથે ચર્ચા કરી હતી. અને ગાંધીનગર અને પોરબંદરની ટીમે ગત તા.31 જાન્યુઆરીના રોજ સ્થળ મુલાકાત કરી હતી અને ગત તા.03 ફેબ્રુઆરીના પત્રથી આ પૂલ પરથી 6 ટનથી ઓછા વજનવાળા હળવા મોટર વાહનને પૂલના સેન્ટરમાંથી સિંગલ લાઇનમાંથી પસાર કરવા તથા નવેસરથી બનાવવા અભિપ્રાય આપ્યો હતો. હાલ આ પૂલ પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે એંગલ રાખવામાં આવ્યા છે. ગત તા.5 ફેબ્રુઆરીના રોજ માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી નવા મેજર-બ્રિજ માટે રૂ.5.61 કરોડ નો બ્લોક એસ્ટીમેટ તૈયાર કરીને મોકલી આપવમાં આવેલ છે.

જોખમી બનેલા પૂલ પર ભારે વાહનો પસાર ન થાય તે માટે રીતસરના એંગલ લગાવાયા
અન્ય સમાચારો પણ છે...