ખાનગી શાળાઓ દ્વારા દુકાનોમાંથી યુનિફોર્મ ખરીદવા પડાઇ રહી છે ફરજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર. પોરબંદર

પોરબંદર જિલ્લાની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા નિર્ધારીત દુકાનોમાંથી સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવા ફરજ પડાઈ રહી હોવા અંગે એન.એસ.યુ.આઈ. એ જિલ્લા શિક્ષણાધીકારીને રજૂઆત કરી હતી.

પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી શાળાઓ કાર્યરત છે. આ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ન પરવડે તેટલી ફી વસૂલવામાં આવતી હોય તેવી પણ ફરિયાદો ઉઠી છે. હાલ વિદ્યાર્થીઓની વાર્ષિક પરિક્ષા પૂરી થયા બાદ વેકેશન ચાલી રહ્યું છે અને વેકેશન ખૂલ્યા બાદ વિદ્યાર્થીઓ જ્ઞાન-ગમ્મત સાથે નવા સત્રમાં પ્રવેશ મેળવશે. ત્યારે મોટાભાગની ખાનગી શાળાઓમાં નિર્ધારીત દુકાનોમાંથી સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.

આ અંગે એન.એસ.યુ.આઈ.ના જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ દ્વારા જિલ્લા શિક્ષણાધીકારીને રજૂઆત કરવામાં આવી હતી અને ખાનગી શાળાઓ દ્વારા નિર્ધારીત દુકાનોમાંથી સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવાની ફરજ ન પડાય તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...