પોરબંદરની યુકો બેન્ક કહે‘ફાટેલી નોટ બદલી આપશું’, માત્ર બોર્ડ પર સાર્થક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની યુકો બેન્કમાં ફાટેલી ચલણી નોટ બદલી આપવામાં આવશે તેવું મોટા અક્ષરોમાં લખાયેલું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પરંતુ યુકો બેન્ક દ્વારા ફાટેલી ચલણી નોટ બદલી આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ સામાજીક કાર્યકર શહેર કોંગ્રેસ મંત્રી મનોજભાઈ મકવાણાએ કર્યો હતો. તેઓએ એવી ફરિયાદ કરી હતી કે યુકો બેન્કમાં બોર્ડ લગાવાયો છે કે અહીં ફાટેલી ચલણી નોટ બદલી આપવામાં આવશે. ભારતીય રીઝર્વ બેન્કના નિયમ મુજબ ફાટેલી ચલણી નોટને સ્વીકારી બદલી આપવામાં આવશે. પરંતુ આ બેન્કમાં ફાટેલી ચલણી નોટ બદલી આપવાનો લગાવેલ બોર્ડ માત્ર દેખાવ પૂરતો જ રહ્યો છે. રિઝર્વ બેન્કના નિયમનું ખુદ બેન્કો દ્વારા જ પાલન કરવામાં આવતું નથી. તેથી યુકો બેન્કના જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...