તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર આયોજીત અને રમતગમત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર આયોજીત અને રમતગમત સંકુલ-ભોલેશ્વર, હિમ્મતનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સિનીયર સિટીઝન એથ્લેટીક્સ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના સિનિયર સિટીઝનોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જેમાં પોરબંદર જિલ્લામાં અને રાજ્યમાં 800 મીટર અને 1500 મીટરની દોડ સ્પર્ધામાં રસિકભાઈ પઢીયારે 2 સિલ્વર મેડલો પ્રાપ્ત કર્યા હતા. જ્યારે મહેન્દ્રભાઈ સૂરેલીયાએ 100 મીટર અને 400 મીટરમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત વિનોદભાઈ માંકડીયાએ લાંબીકૂદમાં રાજ્યકક્ષાએ તૃતિય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો તેમજ વિનોદભાઈ મસાણીએ રાજ્યકક્ષાએ 100 મીટરમાં તૃતિય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો