તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | વી.જે. મોઢા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે મહિલા સશક્તિકરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | વી.જે. મોઢા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે મહિલા સશક્તિકરણ અનુસંધાને મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા એક સેમીનારનું આયોજન કરાયું હતું, જેમાં પ્રોજેક્ટના મહિલા કલ્યાણ અધિકારી સંધ્યાબેન અને કો-ઓર્ડીનેટર સિદ્ધિબેને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય અને સશક્તિકરણ બાબતે જાગૃતતા વધે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ મહિલા કેન્દ્રો શરૂ કરવા માટે મહિલા શક્તિ કેન્દ્ર યોજના અમલમાં મૂકેલ છે. આ કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ સેવાઓ, કાર્યક્રમો, યોજનાઓ, કૌશલ્ય વિકાસ, રોજગારી, ડીજીટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો વગેરેની માહિતી અને કાર્યક્રમો દરેક મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ તકે કોલેજના પ્રમુખ, ટ્રસ્ટીઓ અને સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો