દ્વારકા તરફથી આવતા ઓવરલોડેડ વાહનોને અટકાવી પોરબંદરનાં ટ્રક ચાલકોએ કર્યો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના નજીકના મીંયાણી-હર્ષદને જોડતા પૂલ પર 15 ટનથી વધારે લોડવાળા વાહનોને પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં દ્રારકા તરફથી ઓવરલોડ વાહનો આવતા હોય છે અને પોરબંદર તરફના ઓવરલોડ વાહનોને ન નીકળવા દેતા ટ્રક ચાલકોમાં રોષ ભભૂક્યો હતો અને ગઇકાલે રાતથી ટ્રક ચાલકોએ વિરોધ કરતા, ઓવરલોડ વાહનો બંધ કરી દેવામાં આવતા, પૂલની બન્ને બાજુ પર વાહનો ખડકાઇ ગયા હતા. હાલ પોરબંદરથી દ્રારકા સુધી નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યુ છે ત્યારે પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો મીંયાણી-હર્ષદ પૂલ અતિ બિસ્માર હોવાથી આ પૂલ પરની 15 ટનથી વધારે વજનવાળા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં આ પૂલ પર ઓવરલોડ વાહનો બેફામપણે ચાલી રહ્યા હતા. ટ્રક ચાલકોએ એવું જણાવ્યુ હતુ કે પ્રતિબંધ હોય છતાં પૂલના સામેના છેડાથી વાહનોને નીકળવા દે છે તો મીંયાણી તરફથી સામેની બાજુ શા માટે નથી જવા દેતા ? જેને લઇને ગઇકાલે રાતથી ટ્રક ચાલકોએ પોલીસને જાણ કરીને પૂલની સામેની બાજુએથી આવતા વાહનો બંધ કરાવવા જાણ કરી હતી.

ગઇકાલ રાતથી વાહનોના મીંયાણી-હર્ષદ એમ બન્ને છેડે વાહનોના થપ્પા લાગી ગયા હતા ત્યારે નવા બનતા પૂલનું એક સાઇડનું કામ પૂર્ણ થઇ ગયુ છે જાણવા મળ્યુ છે જેથી ત્યાંથી ભારે વાહનોને પસાર થવા દેવા જોઇએ તેવી ટ્રક ચાલકોએ માંગ કરી છે. તસવીર : રામ મોઢવાડીયા

પોરબંદરના હર્ષદ-મિંયાણી પૂલ પર ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ છતાં દ્વારકા તરફથી વાહનોની અવર-જવર શરૂ

પોલીસને જાણ કરી ટ્રક ચાલકોએ સામેથી આવતા ઓવરલોડેડ વાહનનો અટકાવી દેતા પુલ પર બંને બાજુ વાહનો ખડકાઇ જતાં ટ્રાફિકનાં દ્રષ્યો સર્જાયા હતા.
અન્ય સમાચારો પણ છે...