તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર |પોરબંદર નજીક આવેલ ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનું મંદિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર નજીક આવેલ ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનું મંદિર આવેલું છે. અહીં આજે તા. 5 જાન્યુઆરીના શનિ અમાસની ઉજવણીનું આયોજન થયું છે. અહીં શનિ મંદિરે શનિદેવને રીઝવવા માટે દૂર-દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે. ભાવિકો શનિકુંડમાં સ્નાન કરી પૌરાણિક શનિમંદિરમાં પૂજા-અર્ચના કરે છે તેમજ હાથી ઉપર બિરાજમાન થયેલ શનિદેવને તેલ, અડદ, શ્રીફળ, સિંદોર ચડાવી શનિદેવની આરાધના કરે છે. ત્યારે શનિઅમાસની ઉજવણી પ્રસંગે પણ વહેલી સવારથી જ અસંખ્ય ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...