તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર દરિયામાં હજુ પણ કરંટ | ચોપાટી પર જવા અંગેનો પ્રતિબંધ 6 દિવસ સુધી લંબાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં વાયુ સાયક્લોન ઉત્પન્ન થયેલ હોય જેથી ગુજરાતના દરિયાકિનારા સુધી આ વાવાઝોડું પહોંચી જાય તેવી સંભાવનાને લીધે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્વારા ગત તા. 11/6 થી 15/6 સુધી ચોપાટી તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 તારીખે પણ પોરબંદર જિલ્લાના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પોરબંદરની ચોપાટી વિસ્તારમાં મસમોટા દરિયાના મોજાઓ ઉછળી રહ્યા છે જેથી સમુદ્ર કિનારો જોખમી બનેલ હોય અને વાતાવરણ અને સમુદ્રમાં અણધાર્યા ફેરફાર થતા હોય જેથી પોરબંદર શહેરની ચોપાટી જેવા દરિયાકાંઠા વિસ્તારમાં તેમજ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પ્રવેશદ્વારથી બંદર રોડ વિસ્તારમાં સમુદ્રકિનારે આમ જનતાને જવા પર તા. 16 થી તા. 22/6 સુધી જવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને દંડ ફટકારવામાં આવશે તેમજ ગુન્હો નોંધવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...