તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર પાલિકાએ 13 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીભુમી 150મી જન્મજયંતિ ઉજવાય રહી છે ત્યારે પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય તે હેતુથી પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ દ્રારા પ્લાસ્ટીકના જથ્થબંધ વેપાર કરનાર વેપારીઓની બેઠક બોલાવી હતી. અને પાલિકાના સભાખંડમાં ચીફ ઓફિસરે વેપારીઓને સુચનાઓ આપી હતી.

થર્મોકોલથી બનાવેલી ડિશો, પ્લાસ્ટીકની ચમચીઓ, ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટીકનુ વેચાણ સદંતર બંધ થવુ જોઇએ તેવી સુચના આપી માર્ગદર્શન પણ આપ્યુ હતુ. આ ઉપરાંત આરોગ્ય વિભાગના જગદીશભાઇ ઢાંકીની ટીમ દ્રારા શહેરમાં આવેલ શાકભાજીની લારીઓ, છુટક ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યુ હતુ.

ચેકીંગ દરમ્યાન 13 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો કબ્જે કર્યો હતો અને 23 જેટલા ધંધાર્થીઓ પાસેથી 1500 રૂપિયા દંડ ફટકારી વહિવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...