તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર લોકસભા : VVPAT અને EVM નું સેકેન્ડ રેન્ડમાઈઝેશન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર યુ. સગમય હરીફ ઉમેદવારો અને જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ પદ્ધતિથી રેન્ડમાઈઝેશન કરવામાં આવે છે. રેન્ડમાઈઝેશન બાદ પોરબંદર લોકસભાની બેઠકના 1854 મતદાન મથક પર 2245 કન્ટ્રોલ યુનિટ, 2378 વીવીપીએટી, 4188 બીયુ ની ફાળવણી કરાઈ છે. મતદાન મથકો માટે પ્રત્યેક મતદાન મથકમાં એક કન્ટ્રોલ યુનિટ, એક વીવીપીએટી અને 2 બીયુ ફાળવવામાં આવ્યા છે. બાકીના જરૂરી કન્ટ્રોલ યુનિટ વીવીપીએટ-બીયુ રીઝર્વ રાખવામાં આવશે. જેનો જરૂર પડ્યે તાત્કાલીક ઉપયોગ કરી શકાશે.

ક્યા મતદાન મથકે કેટલા CU, VVPAT, BU ફાળવાશે ?

વિધાનસભા વિસ્તાર મતદાન મથક CU VVPAT BU

પોરબંદર 254 290 315 558

કુતિયાણા 237 271 294 522

અન્ય સમાચારો પણ છે...