પોરબંદર- માધવપુર હાઇવે ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય, પરેશાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર- માધવપુર હાઇવે પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઇ હોવાના કારણે વાહનોને પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. પોરબંદર થી માધવપુર તરફ જતા રસ્તાનું નવિનીકરણ થઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી ફોર લાઈન હાઇવે બની રહ્યો છે. આ કામ શરૂ થયું ત્યારથી આજ દિવસ સુધી આ માર્ગ પર પસાર થતા વાહનચાલકોને પારાવાર પરેશાની વેઠવી પડી રહી છે. અને હાલ ચોમાસાની ઋતુ દરમિયાન તો આ માર્ગ પર વરસાદ પડયો હોવાથી વરસાદી પાણીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે આ માર્ગ પર પસાર થતાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા અકસ્માતનો ભય પણ વાહનચાલકોમાં સેવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...