પોરબંદર JCI ને શ્રેષ્ઠ કામગીરી બદલ ઝોન કક્ષાએ 12 એવોર્ડ એનાયત થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |જે.સી.આઈ. દ્વારા અવારનવાર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જુનીયર ચેમ્બર ઈન્ટરનેશનલ ઝોન-7 નું તાજેતરમાં અર્ધવાર્ષિક સંમેલન ઉત્તર ગુજરાતના કલોલ ખાતે યોજાયું હતું. જેમાં પોરબંદર જે.સી.આઈ.ની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાઈ હતી અને પોરબંદર જે.સી.આઈ. ને જુદી-જુદી કેટેગરીના 12 એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ સફળતા બદલ ઝોન પ્રમુખ સતિષ કોયલાણી અને ઝોન લીડર વગેરેએ પોરબંદર જે.સી.આઈ. ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...