તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર પક્ષીનગરી તરીકે પણ વિખ્યાત છે. અહીં શહેરની મધ્યમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર પક્ષીનગરી તરીકે પણ વિખ્યાત છે. અહીં શહેરની મધ્યમાં પક્ષી અભ્યારણ્ય આવેલું છે. આ પક્ષી અભ્યારણ્યમાં આખા વર્ષ દરમિયાન મુક્તપણે હજ્જારોની સંખ્યામાં પક્ષીઓ વિહાર કરતા હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુનો પ્રારંભ થતા અનેક પક્ષીઓનો જમાવડો રહે છે તેમજ પોરબંદર જિલ્લામાં કુછડી વેટલેન્ડ, અમીપુર, બરડાસાગર, મોકરસાગર, મેઢાક્રીક વગેરે જળાશયો આવેલા છે. શિયાળાની ઋતુ દરમિયાન આ જળાશયોમાં વિદેશોમાં ખાસ કરીને યુરોપના દેશોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય અને સમુદ્ર માર્ગે પોરબંદર વિદેશી પક્ષીઓ માટે પ્રવેશનું દ્વાર હોય ત્યારે અહીં શિયાળાનો પ્રારંભ થતા જ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉમટી પડે છે. આ વિદેશી પક્ષીઓ પોરબંદર પંથકના જળાશયોમાં આવી પહોંચે છે અને આ જળાશયોમાં પણ વિદેશી પક્ષીઓને માફક વાતાવરણ તેમજ અનુકૂળ ખોરાક મળી રહે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન માત્ર એક જ વખત વરસાદ પડ્યો હોય અને જિલ્લાભરના જળાશયો ખાલીખમ થઈ ગયા હોય જેથી પક્ષીઓની સંખ્યા પણ ખૂબ જ પાંખી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...